ગાંધીનગર: ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે અનોખી ઐતિહાસિક સિદ્ધી મેળવી છે. મે મહિનામાં ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ અંગદાન છે.


આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 


કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની 34,લીવર 18,હ્રદય 3, ફેફસાની અને હાથની એક-એક જોડ અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.  મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.


રાજુલામાં ધસમસતા દરિયામાં ડૂબતા યુવકને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ લગાવી છલાંગ


રાજુલાના પટવા ગામમાં 4 યુવાનો દરિયામાં ડૂબ્યા હતા. જેનમાંથી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી હતી. આ યુવાનના શોધવા ધારાસભ્ય હીરા સોલંકી પણ દરિયામાં પડ્યા હતા. કલાકોની મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.



યુવાનની લાશ મળતા ધારાસભ્ય હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા,મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય સવારથી અત્યાર સુધી યુવાનને બચાવવા શોધખોળ કર્યા બાદ અંતે લાશ મળી આવી હતી. ધારાસભ્ય હીરા સોલંકી સામાન્ય માણસની જેમ દરિયામાં અંદર પહોંચ્યા હતા. ધારાસભ્ય કલાકોથી દરિયામાં તરતા હોવાને કારણે કાર્યકરોએ ધસમસતા સમુદ્રમાંથી ધારાસભ્ય હીરા સોલંકીને બોટમાં બેસાડ્યા હતા. હીરા સોલંકી તરવૈયાની પહેલા દરિયા દેવને પગે લાગી અંદર પહોંચ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દરિયા કાઠે પહોંચ્યા હતા.


એડમિશન ચાલું હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી



મહેસાણા:  તળેટી ગામે બિલ્ડર દ્વારા  રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે.  સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છે.


શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ


મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.