GANDHINAGAR : રાજ્યના DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન મળ્યા બાદ ગુજરાતમાં વહુ એક ટોચના અધિકારીને 8  મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય સચિવ  પંકજ કુમારને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 


મુખ્યસચિવ પંકજકુમારને પણ આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. CS પંકજકુમાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે.પંકજકુમાર નવી  સરકારનું ગઠન થાય ત્યાં સુધી CS તરીકે રહેશે. પંકજકુમારને એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023 સુધી મળ્યું છે. મુખ્યસચિવ પંકજકુમારના આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્રએ  લીલીઝંડી આપી છે. 



DGP આશિષ ભાટિયાને પણ  8 મહિનાનું એક્સટેન્શન 
ગુજરાતમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન  આપવામાં આવ્યું છે. 31  મેં  આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. એવામાં સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી 8 મહિનાનું  એક્સટેન્શન  આપ્યું છે. કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવાની મંજૂરી આપી છે. IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.  IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે. 


ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે. DGP આશિષ ભાટિયાને અપાયેલા એક્સટેન્શન પરથી એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં પણ નિર્ધારિત સમયે જ યોજાશે.