ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી (Vijay Rupani) સરકારે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં કબૂલાત કરી છે કે, આસારામ આશ્રમ  (Asaram Ashram) દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસરલ રીતે દબાણ કરાયુ છે. આસારામ આશ્રમ દ્વારા ગેરકાયદેસર દબાણ (Land grabbing) કરાયું છે કે નહીં તે અંગેનો પ્રશ્ન વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછાયો હતો. આ પ્રશ્નના જવાબમાં આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવા છતાં આ કેસમાં ગુજરાત લેન્ડ ગ્રેબીગ એકટ(Land grabbing act) તળે કાર્યવાહી કરવામાં આવી નથી.


વિધાનસભામાં વાવ(vav)ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor) દ્વારા પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં ખોટું કરાયું છે. રાજ્ય સરકાર (Gujarat Govt) એ પણ કબૂલાત કરી છે કે, જૂનાગઢ જિલ્લાની જમીન સરકાર હસ્તક લેવા માટે જૂનાગઢ કલેકટર (Junagarh Collector) અને અધિક સચિવ મહેસુલ વિભાગના હુકમ સામે આસારામ આશ્રમ ટ્રસ્ટે સિવિલ કોર્ટ જૂનાગઢમાં દિવાની દાવો દાખલ કરેલ છે અને આ કેસમાં ચુકાદો આવ્યો નથી. આ દીવાની દાવો હાલ પડતર છે.