અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી હતી.

આ કેસમાં મોટો ધડાકો થયો છે. આમ આદમી પાર્ટીના વકીલ દાવો કર્યો કે, કોર્ટમાં મૂકાયેલી એફઆઈઆરમાં ઈસુદાને દારૂ પીધો હોવાનો કોઈ ઉલ્લેખ જ નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરોની જામીન અરજીમાં આ વાતનો જ ઉલ્લેખ કરાયો હતો. વકીલે કહ્યું કે, પોલીસે ઈસુદાને દારૂ પીધો હોવાનો ઉલ્લેખ કર્યો નથી તેના પરથી જ સ્પષ્ટ છે કે, આ ફરિયાદ ખોટી છે.

કમલમ ખાતે થયેલા તોફાન બાદ ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા  ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. 

આ મુદ્દે ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડાએ ઘટનાના દિવસે જ કરેલી  પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,  કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકોને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે.

તેમણે દાવો કર્યો હતો કે,  આ પૈકી ઈસુદાન ગઢવી સામે દારૂ પીધો હોવાની ફરિયાદ થતાં તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ એક બે દિવસમાં આવશે તેના આધારે ઈસુદાન ગઢવી સામે પ્રોહિબિશન એક્ટની કલમ લગાવવી કે નહીં એ નક્કી થશે. આ કેસમાં હજુ સુધી એવો કોઈ રીપોર્ટ જ આવ્યો નથી.

પોલીસે આ કેસમાં તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈ કાલે રાત્રે મહિલા કાર્યકરોને  કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા હતા.

આ પણ વાંચોઃ

 

1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે

 

Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક

Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ

 

Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત