માસ્ક અને સોશલ ડિસ્ટંસના પાલન સાથે કોરોનાને હરાવાનો છે. આ પ્રકારની સૂફીયાણી સલાહ ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજોની આ સૂફીયાણી સલાહના ભાજપના જ કાર્યકર્તાઓએ ધજાગરા ઉડાવ્યા છે. ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું ન સમજ્યા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું સમજ્યા ન હતા.


આ તો હજુ ચૂંટણીની શરૂઆત જ છે. ત્યાં જ આ પ્રકારના રાજકીય પક્ષોના તમાશા શરૂ થયા છે. ત્યારે ચૂંટણી નજીક આવતા આ રાજકીય પાર્ટીઓ શું શું કરશે તે તો જોવું જ રહ્યુ. સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગાંધીનગરમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ગાંધીનગર પોલીસ માસ્ક વગર દેખાતા આ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરશે ?


નોંધનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણી વચ્ચે કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. સચિવાલયમાં મંગળવારે કરવામાં આવેલા રેપિડ ટેસ્ટમાં 30થી વધુ લોકો સંક્રમિત થયા છે. તો સરકીટ હાઉસમાં 14 લોકો કોરોના સંક્રમિત થયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણીથી હજુ પણ સંક્રમણ વધવાની શક્યતા છે.


કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં  1 મોત સાથે કુલ 10  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે.


સુરત કોર્પોરેશનમાં 601,  અમદાવાદ કોર્પોરેશનમાં 578, વડોદરા કોર્પોરેશનમાં 160 , રાજકોટ  કોર્પોરેશનમાં 123, સુરત 101, રાજકોટ 25 લોકો ડિસ્ચાર્જ થયા છે.