Budget Session:  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ મોટા સમાચાર આવ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલા શરૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરુ થશે અને સાત માર્ચ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલું શરુ થશે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર ૩ લાખ કરોડ હતું.


વાયબ્રન્ટ સમિટ માટે ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું


વાયબ્રન્ટ સમિટ 2024ના આયોજનને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ રોડ રસ્તા બંધ રહેવા મુદ્દે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગાંધીનગરનો જ રોડ અને ખ શૂન્યથી ખ-ફાઈવ સુધીનો રોડ જાહેર જનતા માટે બંધ રહેશે. વાવોલ ગામથી ગાંધીનગરમાં પ્રવેશતા રસ્તાઓ 9થી 13 જાન્યુઆરી સવારના છથી રાતના 11 વાગ્યા સુધી બંધ રહેશે. ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે.                          


જાહેરનામા અનુસાર, 9 થી 13 જાન્યુઆરી સુધી આ રસ્તાઓ બંધ રહેશે જેને લઈ જાણકારી આપવામાં આવી છે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.


શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તાર રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાત ના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ રોડ સામાન્ય જનતા માટે પ્રતિબંધિત રહેશે.