નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકો માટે પણ સરકારને મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ પડી છે તે યથાવત રહેશે. નવી પેન્શન યોજના સાથે જોડાયેલા લાભો પણ યથાવત રહેશે. સરકારના મતે નોકરી સળંગ ગણાશે પરંતુ તેના કારણે કોઇ નાણાકીય ચૂકવણી કરવામાં નહી આવે.કોઈ પણ જાતનું એરિયસ ચૂકવાશે નહિ.
નોંધનીય છે કે શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરમાં વિધાનસભા સભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં શિક્ષકો વિધાનસભા ઘેરવા પહોંચ્યા હતા. જેમાં સળંગ નોકરી કરવાની માંગણી મહત્વની રહી હતી.