અમદાવાદઃ ગુજરાતમાંથી પોતાના વતનમાં જઈ રહેલા પરપ્રાંતિય કામદારો પાસેથી રેલ્વેની ટિકિટના પૈસા લેવાયા કે રાજ્ય સરકારે મફતમાં મુસાફરી કરાવી તે મુદ્દે મોટો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે સામસામે આવી ગયા છે ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી મુખ્યમંત્રીને સીધો પડકાર ફેંક્યો છે કે, રાજ્ય સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં કામદારો મફતમાં મુસાફરી કરાવી હશે તો પોતેરાજીનામું આપવા તૈયાર છે.
ધાનાણીએ મુખ્યમંત્રીને પડકાર ફેંકતાં લખ્યું છે કે,
હું સંવેદનશીલ મુખ્યમંત્રીને એક સામાન્ય પડકાર ફેંકુ છું કે..,
"બેરોજગારી અને ભૂખમરા"થી પીડિત
"ગરીબ" તથા "શ્રમિક" પરિવારોને,
જો હાલ પર્યત "શ્રમિક સ્પેશિયલ ટ્રેનો"માં
'મફત' મુસાફરી કરાવી હશે તો..,
હું નહીં., કાં તો પછી તમે નહીં..?
જય જય ગરવી ગુજરાત.
પરેશ ધાનાણીએ એવી ટ્વિટ પણ કરી છે કે,
"આફતમાં ઉઘરાણી""
સાહેબના રાજકીય તાયફાઓ માટે
"મફત" મુસાફરી કરાવતી સરકારે,
બેરોજગારી અને ભૂખમરાથી પીડિત
"ગરીબ" તથા "શ્રમિક" પરિવારોને,
હાલ પર્યત 'શ્રમિક સ્પેશિયલ ટ્રેન'માં
જો "મફત" મુસાફરી કરાવી હશે તો
"મારુ" રાજીનામુ..,
નહિતર પછી "મુખ્યમંત્રીશ્રી" નું.?
જય જય ગરવી ગુજરાત.