ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં 11 જાન્યુઆરીથી શાળો અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે પહેલા તબક્કામાં ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણ કહ્યું કે, આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા મુદે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતની વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં આગામી અન્ય ઘોરણો શરૂ કરવા મુદે ચર્ચા થઈ હતી પણ અંતે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.