આ અધિકારીઓમાં મૂળ બિહારના બે આઈએએસ અનુપમ આનંદ અને સંદીપકુમારને સામેલ કરાયા છે. આઈએએસ અધિકારીઓને તેમના વતનના રાજ્યમાં ઓબ્ઝર્વર તરીકે નહીં મોકલવાનો ચૂંટણી પંચનો નિયમ છે. આ કારણે તેમને બિહાર નહીં પણ અન્ય રાજ્યમાં મોકલાશે.
આનંદ અને કુમાર ઉપરાંત વિજય નેહરા, રૂપવંતસિંઘ, પી. ભારતી, કે.એલ. બચાણી, દિલીપ કુમાર રાણા, લોચન સેહરા, બી.કે. પંડયા તથા એમ.આઈ. , ડી.ડી. કાપડિયા પણ ઓબ્ઝર્વર તરીકે જશે. સોમવારે આ અધિકારીઓનું વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન ચૂંટણી પંચે યોજ્યું હતું.
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એવા અનુપમ આનંદ અને ગૃહ ઉદ્યોગ-ગ્રામોદ્યોગ કમિશનર-સચિવ સંદીપકુમારને હજી વિધાનસભા બેઠક ફાળવવમાં નથી આવી. આ પહેલાં રિલીફ કમિશનર તથા જીએસડીએમએના સીઈઓ હર્ષદ પટેલનો પણ ઓબ્ઝર્વર તરીકે મોરલવાની જાહેરાત કરાઈ હતી પણ તેમનું નામ કમી કરાયું છે.