રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.આવતીકાલે સાડા અગિયાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આવતીકાલે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરના પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદા અને ગોપનિયતાના શપથ, શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. જેમને હાલના મંત્રી મંડળમાંથી પડતા મુકવાના છે, તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રી મંડળના તમામ સભ્યો ઊંચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. હાલના મંત્રીમંડળમાંથી 11 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. નવા 16 ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ, એક OBC, એક ST ધારાસભ્યનો થશે સમાવેશઃસૂત્ર
મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈને એબીપી અસ્મિતા પાસે EXCLUSIVE જાણકારી છે. છથી સાત ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ અપાશે. કચ્છના છ ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ સંભવ છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 53માંથી ભાજપના 43 ધારાસભ્ય છે. CM સિવાય ઉત્તર ગુજરાતમાંથી ચારનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે. ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ, એક OBC, એક ST ધારાસભ્યનો સમાવેશ થશે. ઋષિકેશ પટેલ મંત્રી મંડળમાં યથાવત રહેશે. વાવના સ્વરૂપજી ઠાકોરનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. લવિંગજી ઠાકોર, ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સંભવ છે. સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત છે. કચ્છમાંથી અનિરૂદ્ધ દવેને રાજ્ય મંત્રીમંડળમાં સ્થઆન મળી શકે છે. જયેશ રાદડિયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા પૈકી કોઈ એકને સ્થાન મળી શકે છે. કાંતિભાઈ અમૃતિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડિયા પૈકી કોઈ એકને સ્થાન મળી શકે છે.
આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
રમેશ કટારા અથવા કનૈયા કિશોરી પૈકી એકને સ્થાન મળી શકે છે. મનિષા વકીલનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત મનાય છે.બાલકૃષ્ણ શુક્લ,ગણપત વસાવા કે નરેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. ડાંગમાંથી વિજય પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. પ્રફુલ્લ પાનસેરિયાનું પ્રમોશન મળવાનું નિશ્ચિત છે. મુકેશ પટેલને મંત્રીમંડળમાં યથાવત રખાઈ તેવી શક્યતા છે. હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળશે તે નક્કી છે. કનુભાઈ દેસાઈને મંત્રીમંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે.