Gandhinagar: ગાંધીનગરમાં વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર છે, આજથી ગાંધીનગરમાં ફરીથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, આ અંતર્ગત હવે વાહન ચાલકોને સાવધાન રહેવુ પડશે, નહીં તો ગમે તે સમયે ઘરે ઇ-મેમો આવી શકે છે. આજથી ગાંધીનગરમાં એટલે કે ત્રણ મહિના બાદ ફરીથી ઇ-મેમો આપવાના શરૂ કરાયા છે. ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો ઇ-મેમો મળશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને CCTVથી ઓળખી કાઢવામાં આવશે અને બાદમાં તેમના ઘરે મેમો મોકલવામાં આવશે. ખાસ વાત છે કે, ટ્રાફિક નિયમો ભંગ કરનારા વાહન ચાલકો 3 મહિનામાં દંડ નહીં ભરે તો તેમની ટ્રાફિક કોર્ટમાં સુનાવણી થશે.
E-Memo: વાહનચાલકો માટે આવ્યા મોટા સમાચાર, હવે ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો ઘરે આવી જશે ઈ-મેમો
અમદાવાદ: વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ તમારે ઘરે ઈ-મેમો આવશે. તમને જણાવી દઈએ કે, પહેલા માત્ર 3 નિયમોને ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા. જો કે, હવે નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકોને પાઠ ભણાવવા તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે.
ક્યા ક્યા મામલે મળશે ઈ મેમો
નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો
નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો
ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો
HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો
ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો
Gandhinagar: ચૂંટણી પહેલા આપ તુટ્યુ, વધુ એક મોટા નેતાએ પાટિલની હાજરીમાં કર્યો કેસરિયો ધારણ, જાણો
Gandhinagar: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષને વધુને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે, આ મામલે ભાજપ સૌથી આગળ છે, કોંગ્રેસ નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. આપના નેતા ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉદયસિંહ ચોહાણ વર્ષ 2019માં આમ આદમી પાર્ટીના બાલાસિનોરના ઉમેદવાર રહી ચૂક્યા છે, તેમને 2019માં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ભાજપ સામે ચૂંટણી લડી હતી. આ ઉપરાંત ઉદયસિંહ ચૌહાણ બાલાસિનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના ચેરમેન તરીકે કામગીરી કરી ચૂક્યા છે તથા ક્ષત્રિય સમાજના પણ તેઓ સામાજિક આગેવાન છે.