ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ આપવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈ કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે.

સૌરાષ્ટ્રની ગઢડા વિધાનસભા બેઠકની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ. આ બેઠક માટે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેમને વિસ્તારમાં ચુંટણી માટેની તૈયારીઓ પણ આરંભી દીધી છે. ગઢડા બેઠક માટે ઔપચારીક જે પેનલ બની તે નીચે પ્રમાણે છે.

1. આત્મારામ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી

2. શશીભાઇ ભોજ, પુર્વ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન.

3. શાતિલાલ રાણવા, ગઢડાનાં પુર્વ ધારાસભ્ય મગનભાઈ રાણવાનાં પુત્ર.

4. જીવરાજ ચૌહાણ, હાલ વડોદરાનાં ડે. મેયર અને મૂળ બોટાદનાં વતની