ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી આપવામાં આવશે. 


તેમણે કહ્યું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક માટે અને ઉનાલુ પાક માટે વીજળીની જરૂરિયા વધી છે. પૂરવઠો નિયમિત મળી રહે અને અન્યાય ન થાય એ માટે ઉર્જા મંત્રી કનનુ દેસાઈની ચેમ્બરમાં મિટિંગ હતી. જેમાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત હતા. 8 કલાક વીજળી પૂરા વોલ્ટેજ થી 8 કલાક સતત વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ સમસ્યા થાય તો છેલ્લે 6 કલાક વીજળી તો આપવામાં આવશે.