ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારના મંત્રી મંડળને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કેટલાક મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી બે મંત્રીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. 


કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થતા બન્ને નેતાઓને અમદાવાદ યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. સિનિયર ડોકટરની દેખરેખમાં બન્ને સિનિયર નેતાઓની હાલ સારવાર ચાલી રહી છે. બંને તબિયત સારી છે પરંતુ સાવધાનીના ભાગ રૂપે હોસ્પિટલાઇઝ થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 


નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે. 


ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 


બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.