શોધખોળ કરો

રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'

Gujarat Politics News: રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા.
  • કરપડાએ AAP પર નિશાન તાકતા ભાજપમાં પ્રવેશ કર્યો.
  • ભાજપ કરપડાને સ્થાનિક ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપશે.
  • કરપડા ૨૦૨૨માં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા.

Gujarat Politics News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરી લીધા છે, આજે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડાને ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત સામેલ કર્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયા કર્યા હતા. આ સાથે જ આપ પર જોરદાર નિશાન તાક્યુ હતુ. મહત્વનું છે કે, રાજુ કરપડાને ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે. 

રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે. રાજુ કરપડા AAP ના યુવા લડાયક નેતા હતા, આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે. 

રાજુ કરપડાએ થોડાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં  રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ  હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. રાજીનામા બાદ એવી પણ ચર્ચા હતી કે, તેઓ ગોપાલ ઇટલિયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી હતી. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?

સંસદ ભવનમાં અદભુત નજારો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થઈ ખાસ વાતચીત, વીડિયો થયો વાયરલ

બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?
સંસદ ભવનમાં અદભુત નજારો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થઈ ખાસ વાતચીત, વીડિયો થયો વાયરલ
સંસદ ભવનમાં અદભુત નજારો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થઈ ખાસ વાતચીત, વીડિયો થયો વાયરલ
બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
ધોનીનો 'મહારકોર્ડ' ધ્વસ્ત! CSK માટે સંજુ સેમસનનું તોફાન, સદી ફટકારી રચી દીધો નવો ઈતિહાસ

13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો

વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર કેટલી છે? વિવાદ વચ્ચે BCCI ના 'બોન ટેસ્ટ' ને લઈને થયો મોટો ખુલાસો!

Embed widget