ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. રાજ્યમાં આજે 228 કેસ આવ્યા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ઉપરાંત 1 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1604 પર પહોંચી ગઈ છે. આ તમામ આંકડા 18 ફેબ્રુઆરી સાંજે છ કલાક પછીના છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.


આજે જે નવા 228 કેસ આવ્યા છે તેમાંથી 140 કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા હતા. તે સિવાય વડોદરામાં 8, સુરતમાં 67, રાજકોટમાં 5,આણંદ એક અને બનાસકાંઠામાં બે, છોટાઉદેપુર 1, મહેસાણામાં 1,ભાવનગરમાં 2, બોટાદમાં એક કેસ નોંધાયો હતો. અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 1002 પર પહોંચી ગઇ છે.

જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી.અત્યાર સુધીમાં રાજ્યમાં 94 લોકોએ કોરોનાને હાર આપી છે. સુરતમાં કુલ કોરોના કેસની સંખ્યા 220 પર પહોંચી ગઇ છે. તેમણે કહ્યુ કે, 1443 દર્દીની સ્થિતિ સારી છે જ્યારે નવ લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 28 હજાર 212 સેમ્પલમાં 1604 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.