GANDHINAGAR : તિસ્તા સેતલવાડ કેસમાં SITની જાહેરનામું સામે આવ્યાં બાદ ગુજરાત સરકારના પ્રવક્તા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જીતુ વાઘાણીએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. 


નરેન્દ્ર મોદી, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ : જીતુ વાઘાણી
નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કેટલાક વિઘ્ન સંતોષીએ ખોટા આક્ષેપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ચૂક્યું છે. સાથે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે જેમણે તથ્યો અને ખોટા પુરાવાઓ રજૂ કર્યા છે તેવા ષડયંત્રકારીઓ સામે પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. 


SITનું ચોંકાવનારું સોગંદનમું : જીતુ વાઘાણી
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આવા ષડયંત્રકારીઓ પર પગલાં લેવા માટે SITની રચના કરવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલો SITના હાથમાં ગયા બાદ જે રીતે SITનું સોગંદનમું સામે આવ્યું છે એ ચોંકાવનારું છે. તિસ્તા સેતલવાડને 30 લાખનો હપ્તો આપવામાં આવ્યો હતો. 


સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આધારે SITની રચના : જીતુ વાઘાણી
ગુજરાતની સરકારને અસ્થિર અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું હતું. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધારે ગુજરાત સરકારે SITની રચના કરી. નરેન્દ્ર મોદીને બદનમ કરવાના રાજકીય કાવતરા થયા.  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના રાજકીય સલાહકાર સ્વ. અહેમદ પટેલ અને તેમની ગેંગે જે પ્રકારનું કાવતરું રચ્યું અને કરોડોની રૂપિયાની લેતીદેતીની વાત SITના સોગંદનામામાં સામે આવી છે. તિસ્તા સેતલવાડને 30 લાખનો હપ્તો આપવામાં આવ્યો હતો. 


નાણાવટી પંચે પીએમ મોદીને ક્લીનચીટ આપી : જીતુ વાઘાણી
જસ્ટિસ નાણાવટી તપાસ પંચ પીએમ મોદીને ક્લીનચીટ આપી ચૂક્યું હતું. તેમ છતાં લોકશાહીમાં રહીને કોંગ્રેસે તેનો સ્વીકાર ન કર્યો. નરેન્દ્ર મોદીની આ રમખાણોમાં કોઈ સંડોવણી નથી, આવી વાત તાપસ પંચે ભૂતકાળમાં કરી છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. સ્વ.હરેન પંડ્યા, ભરતભાઈ બારોટ, અશોકભાઈ ભટ્ટ આ તમામને ક્લીનચીટ આપવામાં આવી હતી.