શોધખોળ કરો

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

ગુજરાતે ફરી એકવાર  ઊર્જા રાજ્ય તરીકે ઓળખ વધુ મજબૂત બનાવી છે. PM સૂર્ય ઘર ‘મન્થ ઑફ સોલર-મે 2026’ અંતર્ગત ગુજરાતને પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતને PM સૂર્ય ઘર યોજના હેઠળ પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા.
  • રાજ્ય નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી, અનેક શ્રેણીમાં પ્રથમ.
  • કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ GUVNL MDને પુરસ્કારો અર્પણ કર્યા.
  • લાખો રૂફટોપ સોલર સ્થાપનો, અરજીઓથી ગુજરાતની સિદ્ધિ નોંધાઈ.

ગુજરાતે ફરી એકવાર  ઊર્જા રાજ્ય તરીકે ઓળખ વધુ મજબૂત બનાવી છે. PM સૂર્ય ઘર ‘મન્થ ઑફ સોલર-મે 2026’ અંતર્ગત ગુજરાતને પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. ગુજરાતે ફરી એકવાર દેશના અગ્રણી નવીનીકરણીય ઊર્જા રાજ્ય તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી છે. ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના અંતર્ગત ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી Category B રાજ્યોમાં દેશવ્યાપી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.

 PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર તરફથી શાલિની અગ્રવાલ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GUVNL દ્વારા આ પુરસ્કારો સ્વીકારવામાં આવ્યા હતા.

 ગુજરાતે નીચેની કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે:

* PM સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ – ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર
* નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ
* સૌથી વધુ રૂફટોપ સોલર સ્થાપનાઓનું કમિશનિંગ
* DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ
* સૌથી વધુ વેન્ડર નોંધણીઓ

 ‘MNRE દ્વારા 1 મે 2026થી 31 મે 2026 દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર – મે 2026’ અભિયાન દરમિયાન ગુજરાતમાં 3,06,230 ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ, 35,311 રૂફટોપ સોલાર સ્થાપનો કાર્યાન્વિત થયા, 42,554 ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા તથા 210 નવા વેન્ડરોની નોંધણી થઈ. આ કામગીરીના આધારે ગુજરાતે કેટેગરી-બી રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહકઅરજીઓ તથા 6.81 લાખ રૂફટોપ સોલર સ્થાપનાઓ હાંસલ કરી છે.

અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ, IASએ જણાવ્યું હતું કે, “ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનથી પ્રેરિત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તથા ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના ઊર્જામંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કારો સૌર ઊર્જાને અપનાવનાર દરેક નાગરિકના છે.”

Frequently Asked Questions

PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતને કયા રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા?

ગુજરાતને PM સૂર્ય ઘર ‘મન્થ ઑફ સોલર-મે 2026’ અંતર્ગત પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. તેમાં ઉત્કૃષ્ટ અમલીકરણ, સૌથી વધુ ગ્રાહક અરજીઓ, રૂફટોપ સોલર સ્થાપનાઓ, DISCOM નિરીક્ષણ અને વેન્ડર નોંધણી માટેના પ્રથમ સ્થાનોનો સમાવેશ થાય છે.

આ પુરસ્કારો કઈ યોજના અને મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યા?

આ પુરસ્કારો ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના અંતર્ગત એનાયત કરવામાં આવ્યા હતા. આયોજન 'Month of Solar – May 2026' પહેલ હેઠળ થયું હતું.

'મંથ ઓફ સોલાર – મે 2026' અભિયાન દરમિયાન ગુજરાતે કઈ મુખ્ય સિદ્ધિઓ હાંસલ કરી?

આ અભિયાન દરમિયાન ગુજરાતે 3,06,230 ગ્રાહક અરજીઓ પ્રાપ્ત કરી અને 35,311 રૂફટોપ સોલાર સ્થાપનો કાર્યાન્વિત કર્યા. ઉપરાંત, 42,554 ડિસ્કોમ નિરીક્ષણો અને 210 નવા વેન્ડરોની નોંધણી પૂર્ણ કરી.

PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે કુલ કેટલી અરજીઓ અને રૂફટોપ સોલર સ્થાપનાઓ હાંસલ કરી છે?

PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજીઓ અને 6.81 લાખ રૂફટોપ સોલર સ્થાપનાઓ હાંસલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget