Holi 2023: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરી ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવ મનાવશે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની.


હાર્દિક પટેલે શું કહ્યું


વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું, કોંગ્રેસે ભાગ નહીં લઈને હોળીની સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડામાં કેસરિયો હોવાથી કોંગ્રેસ ગેરહાજર રહ્યું.



રંગોત્સવની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં હતા. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવ્યો. કેમિકલ યુક્ત રંગોને બદલે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપ્યો.  


હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી મોટી દુર્ઘટના ને ટાળી શકાય છે. હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.


શું કરવું



  • સનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

  • કોઈપણ કટોકટીના કિસ્સામાં - ૧૦૮ પર કૉલ કરો (મેડિકલ / પોલીસ / ફાયર).

  • સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો

  • હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો

  • હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખીએ જેથી રંગો આંખો કે મો માં ના જાય.

  • હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો, ગુબ્બારા કે રંગો ના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો, હેલ્મેટ પહેરો.

  • મુસાફરી કરતી વખતે, તમારી પાસે AC કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.

  • જો તમે શેરીઓમાં નીકળો તો ટોળાના ઉન્માદિત જૂથ સાથે રહેશો નહીં. બહેતર છે કે તમે સુરક્ષિત અંતરે રહો.


શું ના કરવું



  • અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી

  • ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં

  • તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો. ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારેય આંખ આડા કાન ન કરો.

  • ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં

  • હોળી ના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું, કારણકે અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે

  • હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી

  • ભીનાશ વાળી અને લપસણી જગ્યા એ ચાલવાનું ટાળવું

  • ભીના હાથે વિધ્યુત ઉપકરણો નો ઉપયોગ કરવાનું ટાળવું