ગાંધીનગરઃ રાજ્યમાં ગત એક વર્ષમા જ વિદેશી દારૂની 6,05,797થી વધુ બોટલો પકડાઈ છે. આ અંગેની જાણકારી ખુદ ગૃહ રાજ્યમંત્રી જ પ્રશ્નોત્તરી કાળમાં આપી હતી. 'કોઈ ચમરબંધીને નહિ છોડીયે, ફલાણું કરીશું અને ઢીંકણા પગલાં લઈશું'- તેવી ખોખલી વાતો કરનારી સરકાર ખુદ વિધાનસભામાં આ કબૂલાત કરી હતી.
વાંચોઃ આજે STમાં મુસાફરી કરવાનું વિચારો છો તો પડી શકે છે મુશ્કેલી, 45,000 કર્મચારીઓ ગયા માસ સીએલ પર
આ મામલે વિધાનસભા પ્રશ્નોતરીકાળમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ રાજ્યમાં પકડાયેલા દારુના જથ્થા વિશે પ્રશ્ન કર્યો હતો. જેમાં જવાબ આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે એક વર્ષમાં 6,05,797થી વધુ વિદેશી દારૂની બોટલ પકડાય છે.
વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેશ ધાનાણીની ટિપ્પણીને લઇને હોબાળો, એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ
આ મામલે વધુ પ્રકાશ પડતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની 32 ચેકપોસ્ટ પરથી 1 જાન્યુઆરી 2018થી 1 ડિસેમ્બર 2018 સુધીમાં 6,05,797 ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ પકડાય છે. અર્થાત્ દર મિનિટે વિદેશી દારુની એક બોટલ પકડાય છે. આ સાથે અગાઉના વર્ષ-2017માં 4,58,930 બોટલ પકડાય હતી જે ગત વર્ષની સરખામણીએ 2 લાખ બોટલ વધુ છે.