Vibrant Gujarat Summit 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજે પ્રારંભ થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક સેમિનારનું આયોજન કરાયું છે. વિકસિત ભારતમાં ગુજરાતના રોડ મેપ અંગે સેમીનારનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન સહિત અનેક નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને મારુતિ સુઝુકીના લીડર સહિત અનેક ઉદ્યોગપતિઓએ એમઓયૂ કર્યા છે. કાલે ક્યા ક્યા કાર્યક્રમો યોજાવાના છે તેની માહિતી સામે આવી છે.

 

આવતીકાલે મહાત્મા મંદીર અને ટ્રેડ શો ખાતેના કાર્યક્રમો

(1) સવારે ૯.૩૦ કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સેમિ કંડક્ટર અને ઈલેક્ટ્રોનિકસ સંદર્ભે સેમિનાર સમય-9.30સ્થળ- મુખ્ય હોલ

(2) બપોરે ૨.૩૦ કલાકે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે સમય-2.30સ્થળ- એગ્ઝીબીશન હોલ મહાત્મા મંદીર

(3) આંતરરાષ્ટ્રીય સ્પેસ કોંફરન્સ ઓન ન્યુ સ્પેસ એવા કનેક્ટિંગ સાયન્સ નેશન એન્ડ સોસાયટી ઈસરો ના ચેરમેન એસ સોમનાથ, પવન ગોએન્કા ચેરમેન ઈન સ્પેસ, સલેમ અલકાબીસી યુએઈ સ્પેસ એજન્સી સમય-2.30સ્થળ- સેમિનાર હોલ ૨ 

(4) પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ હાજર રહેશે.સમય- 10સ્થળ- સેમિનાર હોલ 1

(5) બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર ડેવલમેન્ટ ઓફ સ્કિલ કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન હાજર રહેશે.સમય- 10 વાગ્યે.સ્થળ-સેમિનાર હોલ ૩ 

(6) ઈ વેહિકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જીંગ અહેડ પર સેમિનાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશેસમય - ૧૦ વાગેસ્થળ- સેમિનાર હોલ ૨ 

(7) ભારત કેનેડા બિઝનેસ: ધ વે ફોરવર્ડ ઓર્ગેનાઈઝેશન્સ સેમિનાર, સેમિનાર હોલ ૧૨, એગ્ઝીબીશન હોલ ૨ ખાત્ યોજાશે જેમાં કેનેડા ના રાજદૂત હાજર રહેશે સમય- 12 વાગ્યેસ્થળ-સેમિનાર હોલ 12 એક્સીઝિશન હોલ 2

(8) કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ ની ગ્લોબલ ટ્રેડ શો માં સવારે ૧૦.૪૫ ભારતીય રેલ્વે ના પેવેલિયન ની મુલાકાત લેશે.અને ત્યાં પ્રેસ કોંફરન્સ કરશે.

સ્થળ- ગ્લોબલ ટ્રેડ શો ભારતીય રેલવે પેવેલિયનસમય-10.45

(9) ગિફ્ટ સીટી પરના સેમિનાર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન હાજરી આપશે.સમય-10સ્થળ- સેમિનાર હોલ 4