શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભાજપમાં ભરતી મેળો: આવતીકાલે કોંગ્રેસ-AAPના અનેક આગેવાનો કેસરિયો ધારણ કરે તેવા એંધાણ

આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતી કાલે અનેક આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે

ગાંધીનગર:  આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વિવિધ રાજકિય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે તેવી વાત સામે આવી છે.

નોંધનિય છે કે, રાજ્યના પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અંગે પણ ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેઓ પણ રાજકારણમાં પ્રવેશ કરશે. તો બીજી તરફ હાર્દિક પટેલ અંગે પણ અટકળો ચાલી હતી કે તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ શકે છે. જો આ બન્ને અંગે કોઈ નક્કર વાત સામે આવી નથી. રાજ્યનાં વિધાનસભાની ચૂંટમી પહેલા નેતાઓના પક્ષ પલટાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સુરત જિલ્લામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 200થી વધારે કાર્યકરો ભાજપમાં સામેલ 

સુરત: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લાના   ઉમરપાડા તાલુકામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.  પૂર્વ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ  કૉંગ્રેસના કાર્યકરોને  ભાજપમાં સામેલ કર્યા છે.  200 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. સુરત જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા.    સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સતત કોંગ્રેસ તૂટી રહી છે. છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસના આગેવાનો અને નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. 

હાર્દિક પટેલ ચૂંટણી લડશે, જાણો ચૂંટણી લડવા માટે શું કાનૂની પગલું ભર્યું?

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે. આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડી શકતો નથી. તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે. આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે. 

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. ​​​​​​​નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget