ગાંધીનગર: આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વિવિધ રાજકિય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે તેવી વાત સામે આવી છે.
નોંધનિય છે કે, રાજ્યના પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અંગે પણ ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેઓ પણ રાજકારણમાં પ્રવેશ કરશે. તો બીજી તરફ હાર્દિક પટેલ અંગે પણ અટકળો ચાલી હતી કે તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ શકે છે. જો આ બન્ને અંગે કોઈ નક્કર વાત સામે આવી નથી. રાજ્યનાં વિધાનસભાની ચૂંટમી પહેલા નેતાઓના પક્ષ પલટાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સુરત જિલ્લામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 200થી વધારે કાર્યકરો ભાજપમાં સામેલ
સુરત: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ કૉંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા છે. 200 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. સુરત જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સતત કોંગ્રેસ તૂટી રહી છે. છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસના આગેવાનો અને નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.
હાર્દિક પટેલ ચૂંટણી લડશે, જાણો ચૂંટણી લડવા માટે શું કાનૂની પગલું ભર્યું?
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે. આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડી શકતો નથી. તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે. આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે.
પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે.