ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરવાની છૂટ આપી દીધી છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતી કાલથી વતન જવા માંગતા લોકો જે તે જિલ્લા કલેક્ટરને વતન જવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ પછી પરમ દિવસ એટલે કે, સાત તારીખથી લોકો મંજૂરી મળ્યા પછી પ્રવાસ કરી શકશે.


મંત્રી ગણપત વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ, પૂરતી લક્ઝરી બસોમાં જ પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. કલેક્ટર જે લોકોને મંજૂરી આપે તે જ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરી શકશે. આ નિર્ણય આખા ગુજરાતમાં લાગું કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે લોકડાઉન દરમિયાન આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો હવે પોતોના વતન પરત જઈ શકશે.



આવતી કાલથી વતન પરત જવા ઇચ્છતા લોકો જે તે જિલ્લાના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરમ દિવસથી લક્ઝરી મારફત વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે. શરૂઆતમાં માત્ર લક્ઝરી બસને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ પરમિશન વગર કોઇ પણ વ્યક્તિ ખાનગી વાહનોમાં પ્રવાસ કરી શકશે નહીં. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી.

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકોને મોટો ફાયદો થશે. સુરતમાં 12 લાખ રત્નકલાકારો હવે વતન પરત ફરી શકશે. વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. વતન જવા માંગતા લોકોએ અન્ય બીજી શરતોનું પાલન કરવાનું રહેશે. જે અંગેની માર્ગદર્શિકા હવે જાહેર કરવામાં આવશે.