ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજે પાંચ આઈએએસ અધિકારીઓનો પ્રમોશન આપવામાં આવ્યું છે.  પાંચેય અધિકારીઓને મુખ્ય સચિવ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

મનોજકુમાર દાસ ગુપ્તાને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મનોજકુમાર દાસ હાલ ગુજરાત સરકારના મુખ્ય સચિવ, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.



આ 5 અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન

- કમલ દયાણીને વહિવટી ખાતાના અધિક મુખ્ય સચિવ તરીકે અપાયુ પ્રમોશન

- મનોજકુમાર દાસ ગુપ્તાને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન

- મનોજ અગ્રવાલને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન

- ચંદ્રા વાણુ સોમને રમત- ગમત અને સાસ્કુતિ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન

- અરુણકુમાર સોલંકીને ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન