ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે 11 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારમાંથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ બેઠકમાં જોડાશે. આ બેઠકમાં કોરોના વાયરસની મહામારીમાં ચાલી રહેલી વિસ્તારની કામગીરી સાથે અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવશે.

આજે સવારે 11 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળવાની છે જેમાં પ્રભારી મંત્રીના જિલ્લાઓના પ્રભાવિત વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો શરૂ થયા બાદ રાજ્યની હાલ ચાલી રહેલી સ્થિતિ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે.

આજની મળનારી કેબિનેટ બેઠકમાં 3 મે બાદ લોકડાઉન ખોલવા સંબંધે કે લોકડાઉનમાં રાહત આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાતં અન્ય બીજી પણ ચર્ચાઓ કરવામાં આવશે.