ગાંધીનગરઃ મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે ભાજપે મહાપ્લાન બનાવ્યો છે. ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવશે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર 'નવ સાલ... બેમિસાલ.' અપાયું છે.  જનસંપર્ક અભિયાનને લઈ આવતીકાલે અમદાવાદમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળશે.






30 મે થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાન ચાલશે. વડાપ્રધાન મોદી 30, મે ના રોજ એક વિશાળ રેલીની સાથે જનસંપર્ક અભિયાનનો શુભારંભ કરાવશે. એક મહિનો સુધી ચાલનારા જનસંપર્ક અભિયાનને લઈ આવતીકાલે અમદાવાદમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળશે.






આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો,  મહાનગરપાલિકાના મેયર અને તમામ જિલ્લાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જનસંપર્ક અભિયાનમાં મોદી સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરાશે. તો ગુજરાતની 26 લોકસભા બેઠક દીઠ 26 જનસભા યોજાશે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવા જઈ રહી છે.


Gandhinagar: કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સર્વેની કામગીરી પુર્ણ, 565 ટીમોએ ખેડૂતોની લીધી મુલાકાત


Gandhinagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન પહોંચ્યુ છે, ખેડૂતોના તમામ પાકનું નુકશાન વેઠવાનો વેઠવાનો વારો આવ્યો હતો, હવે અંગે રાજ્ય સરકારે પાક નુકશાની અંગેના સર્વેની કામગીરીને પુર્ણ કરી છે. આ માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના તેમના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરી સર્વે કરવામાં આવ્યો હતો. 


સર્વે કામગીરી સંતોષકારક, કોઈપણ પ્રકારના પક્ષપાત વિના સંપન્ન  - 
રાજયમાં માર્ચ-૨૦૨૩માં વિવિધ જીલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે, એમ ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.


યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા.૦૭/૦૩/૨૦૨૩થી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી