શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આ 10 પ્રકારની ફી નથી ભરવાની, જાણો મહત્વની વિગત
ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે. આ બેઠક ટ્યુશન ફી મુદ્દે જ યોજાવાની છે કેમ કે ટ્યુશન ફી સિવાયની અન્ય 10 પ્રકારની ઈતર ફી ગુજરાત હાઈકોર્ટના આદેશથી માફ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વાલીઓએ જે 10 પ્રકારની ફી નથી ભરવાની તેમાં સત્ર ફી, મંથલી એક્ઝામ ફી, લાયબ્રેરી ફી અને ડિપોઝિટ, લેબોરેટરી ફી અને ડિપોઝિટ, જીમખાના-સ્પોર્ટ્સ ફી, કમ્પ્યુટર ફી, એડમિશન ફી, એક્ઝામિનેશન ફી તથા યોગા અને ફિઝિકલ એડ્યુકેશન ફીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે આજે એટલે કે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે તેમાં માત્ર ને માત્ર ટ્યુશન ફીનો મુદ્દો ચર્ચાશે. ટ્યુશન ફીમાં 50 ટકા માફીની માંગ ઉપર ઓલ ગુજરાત વાલીમંડળ મક્કમ છે. વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક 29 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે ગાંધીનગરમાં યોજાશે. વાલીમંડળના પ્રતિનિધીઓની શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થવાની છે ત્યારે વાલીમંડળે 50 ટકાથી ઓછી ફી માફી નહી સ્વીકારવા નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion