ગાંધીનગરઃ આજે ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે આવેલી કોળી સમાજની વાડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો હાજરી આપવા માટે પહોંચ્યા છે. બેઠકમાં પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી પણ પહોંચ્યા છે.
ગાંધીનગર પહોંચેલા પરસોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત. મને હમણા કાઢવો એ કંઈ મહત્વનું નથી. આ કોળી સમાજ છે, કોળી સમાજ બહુ વિચારીને બહુ ચાલે છે. મારા માટે નહીં, સમગ્ર દેશ માટે સમાજ માટે બધા માટે કામ કરે છે. એટલે સમાજ માટે મેં જે કર્યું તે મને યોગ્ય લાગે છે.
તેમણે આજની બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હીરા સોલંકીને સંગઠનમાં લેવા માટે બેઠક બોલાવી છે. નોંધનીય છે કે, પરસોત્તમ સોલંકી રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે.
'મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી', ભાજપના કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 03:30 PM (IST)
મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત. મને હમણા કાઢવો એ કંઈ મહત્વનું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -