ગાંધીનગરઃ આવતી કાલથી ગુજરાતમાં લોકડાન-4નો અમલ થવાનો છે. કેંદ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન-4માં ગુજરાત સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી છે. ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ કોને કોને છૂટછાટ આપવામાં આવશે, તેની જાહેરાત કરી હતી. જોકે, આ અંગેના નિયમો આજે જાહેર કરવામાં આવનાર છે. તેમજ આ છૂટછાટ આવતી કાલ મંગળવારથી અમલી બનવાની છે. ગુજરાત સરકારે ગઈ કાલે ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ કેટલીક જાહેરાત કરી હતી.


ટ્રાન્સપોર્ટેશન અંગે જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રીક્ષા અને સ્કૂટર ચાલકો અંગે પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આ નોટિફિકેશનમાં ટ્રાન્સપોર્ટ સર્વિસિસ માટે જે છૂટ અપાઈ છે તે મુજબ રાજ્ય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે, તે અંગેના નિયમો પણ સોમવારે જાહેર કરાશે. તેમણે રાજ્યમાં રિક્ષાચાલકો અને સ્કૂટરચાલકો માટે પણ યોગ્ય છૂટછાટો આપવા અંગેનો નિયમો પણ સોમવારે SOP બન્યા પછી જાહેર કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.



ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે સોમવારે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ ગઈ કાલે એસ.ટી. બસો અને સિટી બસો ચાલું કરવા અંગે પણ વાત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે મંગળવારે સવારથી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. ભારત સરકારે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. સાથોસાથ રેડ, ગ્રીન, ઓરેન્જ અને કન્ટેન્ટમેન્ટ ઝોન એવા વિસ્તારો માટે રાજ્ય સરકારને ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ છૂટછાટ પણ આપી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો અમલ ચાલુ રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે.