શોધખોળ કરો

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે

ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમારી ખેર નથી. મળતી જાણકારી અનુસાર, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે  જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.

અત્યાર સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસની સૂચના બાદ આરટીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરતી હતી. અત્યારે ટ્રાફિક પોલીસની સૂચનાના આધારે વર્ષમાં માંડ બેથી 3 હજાર ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરી શકાય છે. જ્યારે પાંચથી વધુ વખત મેમો ઈશ્યૂ થયા હોય તેવા વાહન ચાલકોની સંખ્યા એક લાખથી વધુ છે. જેને ધ્યાનમાં રાખીને નવો નિયમ બનાવાઈ રહ્યો છે. વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઈસન્સ ત્રણથી નવ મહિના સુધી રદ કરવામાં આવે છે. વાહન પર કેટલા મેમો બાકી છે અને કઈ કેટેગરીના મેમો છે તેની ચકાસણી કરવામાં આવે છે. આ સિવાય છેલ્લા કેટલાં વર્ષોથી મેમો ભરાયો નથી તેની પણ તપાસ થાય છે.

જ્યારે કેટલાક ગંભીર કેસોમાં અકસ્માત કરીને લોકોના જીવ લેનારા લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ કરાતા હોય છે. આ વર્ષે જ 13 કરોડથી વધુના મેમોની રકમ પેન્ડિંગ છે.

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો દંડની રકમ ઓનલાઈન ભરી શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભારતીય સ્ટેટ બેન્ક સાથે MOU કર્યા હતા.                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

Embed widget