રાજ્યના પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1993ની બેચના IPS અધિકારી છે અને રાજ્યના 41મા DGP બન્યા છે.
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. નવા DGPનું પોલીસના પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું હતું.

- જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના 41મા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો.
- તેમણે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સ રોકવાને પ્રાથમિકતા ગણાવી, ચેતવણી આપી.
- 1993 બેચના IPS અધિકારી, રાજ્યને પાંચ મહિને કાયમી DGP મળ્યા.
- તેમની નિમણૂક બાદ અમદાવાદ CP માટે ચાર નામ રેસમાં.
રાજ્યના પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સનું દૂષણ રોકવાની કામગીરીને પ્રાથમિકતા ગણાવી હતી. સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મળતી જાણકારી અનુસાર, રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. નવા DGPનું પોલીસના પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું હતું. જ્ઞાનેન્દ્રસિંહ મલિક રાજ્યના 41માં DGP બન્યા હતા. તેઓ 1993ની બેચના IPS અધિકારી છે. પાંચ મહિના બાદ રાજ્યને કાયમી DGP મળ્યા હતા. વિકાસ સહાયની નિવૃતી બાદ ડૉ. કે.એલ.એન રાવને ઈન્ચાર્જ DGP બનાવાયા હતા. ડૉ. રાવ પાસે CID ક્રાઈમ અને જેલના DG તરીકેનો ચાર્જ યથાવત રહેશે.
અમદાવાદના નવા CP તરીકે ચાર નામ રેસમાં
જી.એસ.મલિકને DGP બનાવાતા હવે અમદાવાદના નવા CP તરીકે ચાર નામ રેસમાં છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા મનોજ શશીધર, ACB અમદાવાદના ડિરેકટર પિયુષ પટેલ, SPGના એડી. ડીજી રાજીવ રંજન ભગતનું નામ પણ અમદાવાદ CP તરીકે રેસમાં સામેલ છે.
કોણ છે જીએસ મલિક ?
જી.એસ.મલિક 1993ની બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ હરિયાણાના જિંદના વતની છે. મલિક અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિકે કચ્છમાં ASP તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ગુજરાત BSFના આઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. CISFના એડી. ડીજી તરીકે પણ જી.એસ.મલિકે ફરજ બજાવી છે. જી.એસ.મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત પોલીસના અનુભવી અધિકારીઓમાંના એક ગણાય છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. ગુજરાત પોલીસમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપ્યા બાદ તેમણે કેન્દ્ર સરકાર હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
Frequently Asked Questions
ગુજરાતના નવા DGP તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે?
નવા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની પ્રાથમિકતાઓ શું છે?
તેમણે સાઈબર ક્રાઈમ અને ડ્રગ્સનું દૂષણ રોકવાની કામગીરીને પ્રાથમિકતા ગણાવી છે. તેમણે અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી પણ આપી હતી.
જ્ઞાનેન્દ્રસિંહ મલિક ક્યાં ક્યાં ફરજ બજાવી ચૂક્યા છે?
તેઓ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને કચ્છમાં ASP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ગુજરાત BSF અને CISFમાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
જ્ઞાનેન્દ્રસિંહ મલિક પહેલા કોણ ઈન્ચાર્જ DGP હતા?
વિકાસ સહાયની નિવૃતી બાદ ડૉ. કે.એલ.એન રાવને ઈન્ચાર્જ DGP બનાવાયા હતા. ડૉ. રાવ પાસે CID ક્રાઈમ અને જેલના DGનો ચાર્જ યથાવત રહેશે.






















