શોધખોળ કરો

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટીને લાગશે ચાર ચાંદ,જાણો રાજ્ય સરકારે શું લીધો નિર્ણય

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી.

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે લાખો લોકો આવે છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આજેે એક અનોખી ઓળખ બની ગઈ છે.  સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પૂરતી નિવાસ સુવિધાઓના વિકાસની ચાલી રહેલી કામગીરીને વધુ ઝડપી અને આયોજનબદ્ધ કરવામાં આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા. 

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એ ગુજરાત સરકાર દ્વારા સોસાયટી ઓફ રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૮૬૦ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે સ્થાપવામાં આવેલી એક સ્વાયત સંસ્થા છે. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ રૂપે એક રાષ્ટ્રીય સ્મારક નેશનલ મેમોરિયલ વિકસાવવાનો તથા સરદાર સાહેબની યાદમાં વિવિધ જનહિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે. 

આ હેતુસર મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ૧૦ સભ્યોની ગવર્નિંગ બોડી રચવામાં આવેલી છે આ બોડીમાં મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ ઉપરાંત નાણાં વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન-પર્યાવરણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. સહિતના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

એટલું જ નહીં, SOU પરિસરને વધુ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા SOU પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ, વોક-વે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ તથા પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.  સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત અરોરાએ આ ગવર્નિંગ બોડીના બેઠકના કાર્ય એજન્ડાઓ તથા  SOUમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રવાસન વિકાસ કામો સહિતના વિવિધ કામોની વિસ્તૃત વિગતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી. મુખ્ય સચિવ પંકજ જોશી, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી, નાણા વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજ, શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ અને માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલીયા આ બેઠકમાં સહભાગી થયા હતા.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ
AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Embed widget