Gandhinagar: રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત, આવતીકાલે સાડા અગિયાર વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ
Gandhinagar: હાલના મંત્રી મંડળમાંથી 11ને પડતા મુકી નવા 16 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી શક્યતા છે.

Gandhinagar: રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.આવતીકાલે સાડા અગિયાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આવતીકાલે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરના પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદા અને ગોપનિયતાના શપથ, શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. જેમને હાલના મંત્રી મંડળમાંથી પડતા મુકવાના છે, તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રી મંડળના તમામ સભ્યો ઊંચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે.
હાલના મંત્રીમંડળમાંથી 11 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. નવા 16 ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. પડતા મુકાનાર મંત્રીઓના આજે રાજીનામા લેવાશે. શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા BJP ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે.
કાલે રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થશે. 12 વાગ્યાને 39 મિનિટે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. જે.પી.નડ્ડા, અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેનાર છે. મુંબઈના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બપોર બાદ પરત ફરશે અને ત્યારે વિસ્તરણને લગતી ગતિવિધિઓ વેગવંતી થશે તે નિશ્ચિત છે. હાલના મંત્રી મંડળમાંથી 11ને પડતા મુકી નવા 16 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી સુત્રોની જાણકારી છે. જોકે, હર્ષ સંઘવી અને પ્રફૂલ પાનસેરિયા સિવાય કોને રિપિટ કરાશે અને કોનું પત્તુ કપાશે તેને લઈ હજુ પણ અટકળો તેજ છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થવાની એક્સક્લૂઝિવ માહિતી મળી છે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ લે તેવી શક્યતા છે, જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ/ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.





















