Gandhinagar News: રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી
Gandhinagar: રાજ્યભરમાં આગામી 23 ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

Gandhinagar: રાજ્યભરમાં આગામી 23 ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી કે, 23 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વાવેતર શરૂ થયા પહેલા જ સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી 23 ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. પ્રતિ ક્વિન્ટલ 8 હજારના ભાવે સરકાર તુવેરની ખરીદી કરશે. 130 ખરીદ કેન્દ્રો પર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતોને SMSથી ખરીદી માટે અગાઉથી જાણ કરાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે.
વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2026-26 માટે તુવેરનો ટેકાનો ભાવ 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1600 રૂપિયા પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોએ SMSથી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને SMS મળ્યેથી ફાળવેલ ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા અનુરોધ કરાયો છે. કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.






















