રાજ્ય સરકારે સરકારી પ્રોજેક્ટમાં સંપાદન થવાની શક્યતા ધરાવતી ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવીને તગડું વળતર મેળવવાની પ્રથા પર રોક લગાવી છે. હવે નવા નિયમો મુજબ, પ્રોજેક્ટનો DPR તૈયાર થવાનું શરૂ થાય ત્યારથી જ સંપાદન હેઠળના ગામોમાં એક વર્ષ સુધી NA કાર્યવાહી સ્થગિત રહેશે.
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
મહેસૂલ વિભાગે મંગળવારે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સંપાદન થનારી જમીનને NA આપવા માટે નવી કાર્યપ્રણાલીનો અમલ કરવા કલેકટરોને આદેશ કરાયો છે.

- સરકારી પ્રોજેક્ટ હેઠળ આવતી ખેતીની જમીન NA કરાવવા પર રોક.
- જમીન સંપાદન હેઠળની જમીન NA કરવા નવી પ્રણાલી લાગુ.
- DPR તૈયાર થાય ત્યારે ગામોમાં NA કાર્યવાહી સ્થગિત કરાશે.
- પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ગામોની યાદી મળ્યાથી ૬૦ દિવસ NA સ્થગિત.
રાજ્યના મહેસૂલ વિભાગે સંભવિત સંપાદિત જમીન અંગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય હતો. રેલવે, હાઈવે, રિંગ રોડ, એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થા, નહેર, હોસ્પિટલ કે વીજ લાઈન સહિતના સરકારી પ્રોજેક્ટમાં સંપાદન હેઠળ જવાની શક્યતા ધરાવતી ખેતીની જમીન બિનખેતી NA કરાવીને તગડુ વળતર સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ઉપર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે.
મહેસૂલ વિભાગે મંગળવારે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સંપાદન થનારી જમીનને NA આપવા માટે નવી કાર્યપ્રણાલીનો અમલ કરવા કલેકટરોને આદેશ કરાયો છે. જેથી હવે ગુજરાતમાં સંપાદક સંસ્થા તરફથી પ્રોજેક્ટનો ડિટેઈલ્સ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવાનું કામ શરૂ થાય ત્યારથી જ સંપાદન હેઠળના ગામોમાં એક વર્ષ સુધી NAની કાર્યવાહી સ્થગિત કરવા સૂચના અપાઈ છે.
સરકારે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું કે જો જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન બિનખેતી કરાવી લેવામાં આવે છે. જેનાથી વિકાસ પ્રોજેક્ટ પર વિપરીત અસર થાય છે. સંપાદક સંસ્થા અર્થાત સરકારનો કોઈ વિભાગ કે પછી એજન્સી પર વધારાનો નાણાંકીય બોજ પડે છે. આથી આવા કિસ્સામાં NA અંગે નવી કાર્યપ્રણાલી અનુસરવા આદેશ અપાયો છે.
નવી SOP મુજબ જ્યારે કોઈ પ્રોજેક્ટનો DPR તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય ત્યારે જ પ્રોજેક્ટમાં સંભવિત સમાવિષ્ટ ગામોની યાદીને તૈયાર કરીને કલેકટરને સોંપવામાં આવશે. જેથી યાદી મળ્યાથી 60 દિવસ સુધી કલેકટરે આખા ગામમાં NAની કાર્યવાહી સ્થગિત કરવાની રહેશે. 60 દિવસમાં સંપાદન સંસ્થાએ ગામના સંપાદન કરવા પાત્ર સંભવિત સર્વે નંબરોને ઓળખવા પડશે. ત્યારબાદ અન્ય સર્વે નંબરો કે જ્યાં સંપાદન કરવાનું નથી ત્યાં NAની કાર્યવાહી કરવાની રહેશે.
Frequently Asked Questions
સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં બિનખેતી (NA) કરાવવા પર રાજ્ય સરકારે શું નિર્ણય લીધો છે?
જમીન સંપાદન દરમિયાન NA કરાવવાથી વિકાસ પ્રોજેક્ટ પર શું અસર થાય છે?
જમીન સંપાદન દરમિયાન NA કરાવવાથી વિકાસ પ્રોજેક્ટ પર વિપરીત અસર થાય છે. તેનાથી સંપાદક સંસ્થા (સરકારી વિભાગ કે એજન્સી) પર વધારાનો નાણાકીય બોજ પડે છે.
નવી SOP મુજબ, NA કાર્યવાહીની સ્થગિતતા કેટલી રહેશે અને તે કેવી રીતે કાર્ય કરશે?
નવી SOP મુજબ, પ્રોજેક્ટના DPRની કાર્યવાહી હેઠળ હોય ત્યારે, સંભવિત સમાવિષ્ટ ગામોની યાદી મળ્યાથી 60 દિવસ સુધી કલેકટરે આખા ગામમાં NA કાર્યવાહી સ્થગિત રાખવી પડશે. આ 60 દિવસમાં સંપાદન સંસ્થાએ સંપાદન હેઠળના સર્વે નંબરો ઓળખી લેવાના રહેશે.
60 દિવસની સ્થગિતતા બાદ, જે જમીન સંપાદન હેઠળ નથી આવતી તેનું શું થશે?
60 દિવસની સ્થગિતતા બાદ, સંપાદન હેઠળ નહીં આવતા અન્ય સર્વે નંબરો પર NAની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે.






















