Vibrant Gujarat Summit 2024: આજથી ગુજરાતના ગાંધીનગરમાં ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટનું આયોજન થઇ રહ્યુ છે. આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજથી 10, 11 અને 12 તારીખ સુધી ચાલશે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદઘાટન કરશે, ખાસ વાત છે કે, આ સમિટમાં દુનિયાભરના ડેલિગેટ્સ અને ઉદ્યોગકારો હાજરી આપવામાં છે, મોટા પાયે રોકાણના એમઓયુ પણ થવાના છે, ત્યારે આ બધાની વચ્ચે અહીં યુદ્ધગ્રસ્ત યૂક્રેને પણ હાજરી નોંધાવી છે. કહેવાઇ રહ્યું છે કે, યુદ્ધગ્રસ્ત યૂક્રેન ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં દેશના પુનઃનિર્માણ માટે મદદ માંગશે.  


આજથી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ 2024ની શરૂઆત થઇ રહી છે. આમાં યૂક્રેનની હાજરી પણ રહેશે. યુદ્ધનો ભોગ બનેલું યૂક્રેન પોતાના પુનઃનિર્માણ માટે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મદદ માગશે. આજે 10 વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યૂક્રેન-ભારતના વધુ સારા ભવિષ્ય માટે રોકાણની તકો માટે કન્ટ્રી સેમિનાર યોજાશે. યૂક્રેન સરકાર ભારતીય ઉદ્યોગોને યૂક્રેનના પુનઃનિર્માણ માટે રોકાણ કરવા વિનંતી કરશે. એરૉસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર રોકાણો સ્થાપિત કરવા ચર્ચા થશે. ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પરસ્પર લાભદાયી સહકાર માટે મોટી તકો હોવાનો યૂક્રેનનો દાવો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આજે 5 થી 6:30 દરમિયાન કન્ટ્રી સેમિનાર યોજાશે. 


યૂક્રેનની 10મી વાઇબ્રન્ટ સમિટને લઇને અધિકારી રાહુલ ગુપ્તા સાથે વાતચીત થશે. યૂક્રેને આમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લીધો છે, અને કેટલાક રોકાણ અંગે ચર્ચા કરાશે. ધોલેરા ખૂબ મહત્વકાંશી પ્રૉજેક્ટ છે, ધોલેરામાં ઉપલબ્ધ તકો વિશે વાત કરાશે.


આજે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ -


- 9 કલાકે રાજભવનથી PM મોદી મહાત્મા મંદિર જવા નીકળશે.
- 9:10 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે.
- 9:15 થી 9:35 કલાક દરમિયાન 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન થશે. 
- 9:40થી 12:15 કલાક દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટનું પીએમ મોદી ઉદઘાટન કરશે.
- 12: 15થી 1: 40 દરમિયાન મહાનુભાવો સાથે PM મોદી ભોજન કરશે. 
- 1:40થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદી બ્રિફિંગ કરશે.
- 1:50થી 2:20 ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે. 
- 2:30થી 2:45 ગ્લૉબલ સીઇઓ સાથે પીએમ મોદી બેઠક કરશે. 
- 2:45થી 4:45 કલાકનો સમય અનામત રખાયો છે. 
- 4:50 કલાકે ગિફ્ટ સિટી જવા રવાના થશે. 
- 5:10 કલાકે PM મોદી ગિફ્ટ સિટીમાં પહોંચશે. 
- 5:15થી 6:45 કલાક દરમિયાન ગ્લૉબલ ફિંટેલ લીડરશિપ ફૉરમના કાર્યક્રમમાં હાજરી આપશે.
- 6:50 કલાકે ગિફ્ટ સિટીથી PM મોદી એરપોર્ટ જવા નીકળશે. 
- 7:15 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 
- 7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. 
- 8:45 કલાકે PM મોદી દિલ્હી પહોંચશે.