ગાંધીનગરઃ ગુજરાતના નવા પોલીસ વડાને લઈને અટકળો તેજ બની છે. શિવાનંદ ઝાના એક્સ્ટેંશનની મુદત 31 જુલાઈએ પુરી થાય છે, ત્યારે તેમને એક્સ્ટેંશન મળે છે કે નહીં, તેના પર સૌની નજર છે. શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેંશન ન મળે તો આશિષ ભાટિયા પ્રબળ દાવેદાર છે.
આ સિવાય રાકેશ અસ્થાના અને એ કે સિંધના નામો પણ ચર્ચામાં છે. આશિષ ભાટિયા હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર છે. આશિષ ભાટિયા 1985 બેચના આઈપીએસ છે. જો કે રાકેશ અસ્થાના અને એ કે સિંઘ કરતા આશિષ ભાટિયા જુનિયર છે, પણ અસ્થાના અને એ કે સિંઘ હાલ દિલ્લી ડેપ્યુટેશન ઉપર છે.
રાજ્યના વર્તમાન પોલીસ વડા શિવાનંદ ઝા ગત એપ્રિલ મહિનામાં જ નિવૃત થઇ રહ્યા હતા. રાજ્યમાં એ વખતે કોરોના સંક્રમણનો શરૂઆતનો તબક્કો હોવાથી તેમને એક્સ્ટેંશન અપાયું હતું.
રાજ્યના નવા પોલીસ વડા અંગે અટકળો તેજઃ કોણ છે પ્રબળ દાવેદાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 09:18 AM (IST)
શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેંશન ન મળે તો આશિષ ભાટિયા પ્રબળ દાવેદાર છે. આ સિવાય રાકેશ અસ્થાના અને એ કે સિંધના નામો પણ ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -