લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડના દિગ્ગજ નેતા ગૌરવ વલ્લભે પણ કોંગ્રેસ છોડી દીધી છે. ગૌરવે પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. ખડગેને લખેલા લાંબા પત્રમાં ગૌરવે પાર્ટી છોડવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસમાંથી ખસી ગયા બાદ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
સનાતનનો દિવસ-રાત વિરોધ કરવાનું મને યોગ્ય નથી લાગતું
કોંગ્રેસના પ્રભાવશાળી નેતા ગૌરવ વલ્લભે પાર્ટી અધ્યક્ષ ખડગેને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમના વિચારો હવે કોંગ્રેસની નીતિ સાથે મેળ ખાતા નથી. દિવસ-રાત માત્ર સનાતન ધર્મનો વિરોધ કરવો એ મને યોગ્ય નથી લાગતું. હું હિંદુ છું અને સનાતન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શકતો નથી. મને શરૂઆતથી આ ક્યારેય શીખવવામાં આવ્યું ન હતું. તેથી હું ભારે હૈયે પાર્ટી છોડી રહ્યો છું.
પાર્ટી પોતાના ધ્યેયથી ભટકી ગઈ છે અને યુવાનોનું સન્માન કરતી નથી.
ગૌરવ કહ્યું કે. કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે પરંતુ તેના હેતુથી ભટકી ગઈ છે. કોંગ્રેસમાં યુવાનોની વિચારસરણીને મહત્વ મળે તે વિચારીના કારણે જ હું પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ મને એવું કંઈ જ નહોતું લાગ્યું. કોંગ્રેસનું જૂનું માળખું નવા લોકોના વિચારો અને પક્ષને આગળ લઈ જવાની રીતો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી. પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલ કનેક્શન ખતમ થઈ ગયું છે. આ જ કારણ છે કે કોંગ્રેસ તમામ રાજ્યોમાંથી ગાયબ થઈ રહી છે. તે મજબૂત વિપક્ષની ભૂમિકા પણ ભજવી રહી નથી.
અદાણી-અંબાણીને કોસવાથી કંઈ નહીં મળે.
ગૌરવ કહે છે કે, અદાણી અને અંબાણી દેશના સંપત્તિ સર્જકો છે. તેમને કોસવાથી પાર્ટીને કશું મળવાનું નથી. તેઓ રાજકારણ સાથે સંબંધિત નથી અને તેમના વ્યવસાયમાં વ્યસ્ત છે. પાર્ટીએ પોતાની રણનીતિ બદલવી જોઈએ. હું આવી રાજનીતિ ન કરી શકું. એટલા માટે હું પાર્ટીથી અલગ થઈ રહ્યો છું.