સુરત AAPના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમણે ભાજપ સરકાર સામે અનેક વધેક સવાલ કર્યાં છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતા ગોપોલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ લાખો રૂપિયા આપીને અમારા કોર્પોરેટરને ભાજપમાં જોડી રહ્યાં છે. જો કે આ આરોપો નથી તેના આડિયો વિડીયો ક્લિપ પણ વાયરલ થઇ છે.તો એ સ્પષ્ટ થઇ ગયું છે કે, કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને જનતાએ 156 જીત આપી છે તો સારી હોસ્પિટલ સ્કૂલ બનાવવા માટે આપી છે રૂપિયા ખર્ચીને પાર્ટીઓ તોડવા માટે નથી. ભાજપ પાસે અમર્યાદિત સતા છે, પૈસાનો પણ નશો છે. આ બધા જ સામે લડી રહેલા આપના ક્રાતિકાર લડવૈયાને હું સલામ કરુ છું. હું બીજાને પણ આહવાન કરૂ છે.
કટકી ન હતી મળતી જેતી 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે,જે કોર્પોરેટરો કટકી નથી મળતી તો તેઓ આપ છોડીને ભાજપમાં ગયા છે. જે લોકો બે પૈસાના લાભ માટે પોતોના સ્વમાનનો સોદો કરે છે તેને કુદરત અને જનતા પણ સમય આવ્યે ન્યાય કરશે. સંઘર્ષ કરનારની જીત થાય છે અને અમે લડતાં રહીશું. અને લોકશાહીની હત્યા કરનાર સામે જીતીને બતાવીશું
યુવરાજ સિંહ પર લાગેલા આરોપો મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીમાં છે એટલે અરવિંદ કેજરીવાલને સીબીઆઇનું સમન્સ આવે. આમ આદમી પાર્ટીમાં છે એટલે જ યુવરાજસિંહને એસઓજીનું સમન્સ આવે છે. તો ગોપાલ ઇટાલિયાને ક્રાઇમબ્રાન્ચનું સમન્સ આવે છે, આ વ્હાઇટ કોલર દાદાગીરી છે. સરકારમાં જો આટલી સીટ મળે છે તો કંઇક કામ કરો.કમોસમી વરસાદ પીડિત ખેડૂતો માટે કામ કરો. પેપરો ફૂટે છે આ માટે નકકર કામ કરો. અના બદલે યુવરાજને હેરાન કરો કેજરીવાલને સમન્સ મોકલો આ શું છે.?
પોલીસે જ ડમી પ્રકરણ શોધી કાઢ્યું છે. આમ છતાં પણ શરમાવવાના બદલે પાર્ટી તોડવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તોડવાથી કંઇ નહી થાય. અમે તો અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ. એક જશે તો બીજા 40 ઉભા કરીશું અને ભાજપને હરાવીને રહીશું અમારો સંઘર્ષ ચાલું રહેશે.