ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 1125 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3779 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે, જ્યારે 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,171 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,844 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 186, સુરત કોર્પોરેશનમાં 144, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 86, મહેસાણામાં 70, રાજકોટમાં 48, બનાસકાંઠામાં 41, સુરતમાં 40, પાટણ અને વડોદરામાં 38-38, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1352 દર્દી સાજા થયા હતા અને 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 66,25,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.28 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,986 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,95,890 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 96 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Gujarat Corona Cases Update: દિવાળી પહેલા જ રાજ્યમાં કોરોનાએ માથું ઉંચક્યું, આજે 1125 કેસ નોંધાતા ફફડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 07:16 PM (IST)
Gujarat Corona Cases 11 November 2020: રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,986 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,95,890 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 96 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -