અમદાવાદ-સુરતની શું છે સ્થિતિ
ડિસેમ્બર મહિનામાં પણ અમદાવાદ-સુરતની સ્થિતિ ચિંતાજનક છે. અમદાવાદમાં આજે 296 કેસ નોંધાયા હતા અને 319 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે સુરતમાં 202 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા હતા, જ્યારે 221 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં આજે નોંધાયેલા કુલ કેસમાં આ બે શહેરો પ્રથમ અને બીજા ક્રમે રહ્યા હતા.
રાજ્યમાં કેટલો છે રિકવરી રેટ
રાજ્યમાં આજે કુલ 1535 દર્દી સાજા થયા હતા અને 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,72,380 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.35 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,41,064 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,40,916 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અરવલ્લીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ગુજરાતી ખેલાડી ઈંગ્લેન્ડમાં બન્યો હતો જાતિવાદનો શિકાર, સ્ટીવ કહીને બોલાવાતો
Gujarat Corona Update: રાજ્યમાં આજે કયા જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ ? જાણો વિગત