Gujarat Election 2022 :ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે નેતાઓની મેરેથોન સભા યોજાશે
ગુજરાત વિધાનસભાની પહેલા તબકકાની ચૂંટણી 1 ડિસેમ્બરે 19 જિલ્લામાં યોજાશે. જેના પ્રચાર બાદ હવે બીજા તબક્કાની 93 બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપના દિગ્ગજોઓ પ્રચાર પ્રસાર કાર્ય તેજ કર્યું છે. આજે ભૂપેન્દ્ર પટેલનો બાપુનગરમાં રોડ શો યોજાશે. આજે અમિતશાહ, જેપી નડ્ડા સહિતના દિગજ્જો સભાને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અનેક નેતાઓ આજે સભા ગજવશે, આજે માણસા અમિત શાહ જનસભાને સંબોધિત કરશે તો અમદાવાદના જમાલપુરમાં જેપી નડ્ડાનો રોડ શો યોજાશે. અમદાવાદ અને બાલાસિનોરમાં રાજનાથ સિંહ, પાદરામાં પરેશ રાવલ જનસભાને સંબોધિત કરશે, ડીસામાં પુરૂસોત્તમ રૂપાલા જાહેરસભા સંબોધશે..
પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આવતી કાલે મતદાન
આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો મતદાન યોજાશે. ભાજપ ગુજરાતમાં તેની સતાને ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સતા પરિવર્તન માટે કમર કસી રહી છે. આ વખતે પહેલી વાર ત્રીજો પક્ષ ગુજરાતમાં બધીજ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે. જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે.
13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.
2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.
Gujarat Election 2022: વડોદરામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- કોરોનામાં ગરીબોને વેક્સિન મળે તેની અમે ચિંતા કરી
વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા યુપીએ સરકાર પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે યુપીએ સરકારમાં છાશવારે હુમલા અને કર્ફ્યૂ થતા હતા. આજે પણ કોગ્રેસ શાસિત રાજ્યમાં હુલ્લડો અને કર્ફ્યૂ થાય છે. દુનિયાના સૌથી ઓછા રૂપિયામાં ઇન્ટરનેટ ભારતમાં છે. 5જીના યુગમાં પ્રવેશ કરવાનો સમય આવ્યો છે. ગરીબ અને સામાન્ય માણસનો હાથ પકડીને આગળ વધવાનું છે.
તેમણે કહ્યું કે નરેન્દ્ર-ભૂપેન્દ્ર સરકાર ગરીબોને સાથે લઇને ચાલે છે. કોરોનામાં ગરીબોને વેક્સિન મળે તેવી અમે ચિંતા કરી છે. કોરોનામાં ભાજપની સરકારે ગરીબોની ચિંતા કરી છે. અત્યાર સુધીમાં સાત લાખ જેટલા પાકા ઘર ગરીબો માટે બનાવ્યા છે. છેતરપિંડી કરનારા બિલ્ડરો માટે રેરાનો કાયદો લાવ્યા છે.