કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર જખૌ વરાયા બેટ પાસેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. બીએસએફની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જખૌના વરાયા બેટ પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા પેકેટના પેકેજિંગ પર 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા' લખેલું હતું. જો કે ડ્રગ્સ માફિયાઓની ચાલાકી ન ચાલી અને સુરક્ષા એજન્સીએ ચરસનો જથ્થો જપ્ત કરી દેશના દુશ્મનોના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.
વરયા બેટ પાસે શંકાસ્પદ પેકેટ નજરે પડ્યા હતા.જેને પગલે BSFના જવાનોએ દોડી જઈ તપાસ હાથ ધરતા બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. ઝડપાયેલ ચરસના પેકેટ પર "કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી રાઈસ" લખેલુ હોવાનું નજરે પડ્યુ હતું.
અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘરાજાની પધરામણી
ધારીના ચલાલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા ની પધરામણી થઈ છે. ગોપાલગ્રામ અને હાલરીયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણ માં પલ્ટો આવ્યો છે. પાલનપુર શહેર માં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી છાંટાની શરૂઆત થઈ છે.
અમરેલીના વડીયા કુંકાવાવ પંથકમાં બીજા દિવસે વાતાવરણ મા પલટો આવ્યો છે. વાવડી રોજ,ભાયાવદર ચોકી સહિતના ગામોમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. લાઠી નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ છે તો લાઠી ના ચાંવડ અને દામનગરમાં વરસાદ પડ્યો છે.
રાજકોટ જીલ્લાના ગોંડલ પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાણસિખી અને દેરડીકુભાજીમાં વાવાણીલાયક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાકથી અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.
વડોદરાના કરજણ પંથકમાં વાતાવારણમાં પલટો આવ્યો..કજરણના ધાવટ ચોકડી, પાદરા રોડ, નીયા ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો..કરજણ તાલુકાના ધાવટ ચોકડથી શિનોર તાલુકા હદ વિસ્તાર સુધી તો કુરાલી ગામ ચોકડથી નારેશ્વર તરફ દેરોલી ગામ સુધી વરસાદ વરસી રહ્યો છે...વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે..સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો..નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો...ગણદેવી તાલુકા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે...ખારેલ, એંધલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો...સવારે પણ ગણદેવી, ખેરગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પડ્યો.. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે...જો કે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.