ગાંધીનગર: ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે. આજે નર્મદા હોલ- સ્વર્ણિમ સંકુલ ખાતે સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવાશે. સીએમ ભુપેન્દ્ર આજે આ અંગે સંબોધન કર્યું. આ ઉપરાંત સીએમ પટેલ સરકારના 100 દિવસની કામગીરી પણ વાત કરી. સરકારના વ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ ઝડપવાની તેમડ વિવિધ અભિયાન અંગે ચર્ચા કરી
ગુજરાતની આ 5 યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી તરીકે મળી મંજૂરી
ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધાયક મંજૂર કરવામાં આવ્યું છે. ગૃહમાં બિલ પાસ થયા બાદ 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી છે. તમને જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં 60 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે જેમાં નવી 5 ઉમેરાશે. અમદાવાદમાં સરદાર ગ્લોબલ યુનિવર્સિટી બનશે. ભાવનગરની જ્ઞાનમંજરી યુનિ.ને ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો. વડોદરાની સિગ્મા યુનિ.ને ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો. વલસાડની રજ્જુ શ્રોફ રોફેલ યુનિ.ખાનગી બનશે અને સાણંદની KN યુનિ.ને પણ ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો છે.
બેન્કમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો
Saraswat Co-operative Bank Recruitment 2023: બેન્કમાં નોકરી (Bank Job)ની શોધી રહ્યા છો, તો તમારી માટે સારા સમાચાર છે. સારસ્વત સહકારી બેન્કે (Saraswat Co-operative Bank) એક ભરતી નૉટિફિકેશન જાહેર કરીને બમ્પર ભરતી કરવાનો ફેંસલો લીધો છે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલી લિપિક સંવર્ગમાં જૂનિયર ઓફિસર (માર્કેટિંગ એન્ડ ઓપરેશન્સ) પદ ભરતી માટે અધિકારિક વેબસાઇટ saraswatbank.com પર જઇને અરજી કરી શકો છો. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા ભરતી અભિયાન માટે અરજી કરી શકે છે. અધિસૂચના અનુસાર આ ભરતી અભિયાન દ્વારા જૂનિયર અધિકારી (વિપણન અને સંચાલન) લિપિક સંવર્ગ માટે 150 ખાલી પદો ભરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યાં છે, આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ સ્ટ્રીમમાં સ્નાતક પાસ કરેલું હોવુ જરૂરી છે.