ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર થઇ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  તો કેશોદ અને વંથલીમાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ,  પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમા જૂનાગઢ શહેર, તાલુકામાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ, જૂનાગઢના મેંદરડામાં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ, અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, મોરબી તાલુકામાં દોઢ ઈંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, નવસારી, જામકંડોરણા, ગણદેવી, જાફરાબાદમાં સવા ઈંચ ધારી, ગોંડલ, સાવરકુંડલા, એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.


રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે, મધ્યમ અને કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


 તો પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા,સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.