10th Vibrant Gujarat Summit 2024: ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઇને લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પોલીસ કાફલાને ખડેપગે રાખવાનો આદેશો અપાયા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે. 


તાજા માહિતી અનુસાર, આગામી 10મી જન્યુઆરીથી 12 સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 યોજાશે. આ સમિટને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઠેક ઠેકાણે સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 7 હજારથી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રૉન સિસ્ટમ કાર્યરત રહેશે.


વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં ADGP રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે, આમાં 6 આઇજી - ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે. 21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.


 


વાયબ્રન્ટ સમિટને લઈ શું કહ્યું ઋષિકેશ પટેલે


ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈ કહ્યું, સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.


એમઓયુથી 12 લાખ લોકોને રોજગારી મળશે










દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં એક્ટિલ કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે. આ સિવાય દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. ઉલ્લેખનિય છે કે,  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.