અમદાવાદ નહેરૂબ્રીજ 13 માર્ચથી 45 દિવસ સુધી બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા બ્રીજ રિપેરિંગનું કામ શરૂ થતું હોવાથી બ્રીજનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

Continues below advertisement


13 માર્ચથી આગામી 45 દિવસ સુધી નહેરૂ બ્રીજ પર વાહનની આવનજાવન રોકી દેવાશે. જો કે આ રસ્તો બંધ થતાં વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની સાબરમતી નદી પર આવેલ નેહરૂ બ્રીજ પર નેહરૂ બ્રીજના એક્સપાન્શન જોઇન્ટ તેમજ બ્રીજના સસ્પેન્ડેડને હાઇડ્રોલીક જેકથી લીફ્ટ કરી બેરીંગ બદલવાની કામગીરી 13 માર્ચથી શરૂ થઇ રહી છે. આ બ્રીજનો રસ્તો 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બંધ રહેશે. 


લોકોની સુવિધા માટે AMC દ્રારા વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્રારા એલિસ બ્રીજ, ગાંધી બ્રિજ અને લો ગાર્ડ્નનો વૈક્લ્પિક રૂટ આપવાામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ 1962માં થયું હતું. 58 વર્ષ બાદ તેનું સમારકામ થઇ રહ્યું છે.