યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2019ના જાહેર કરાયેલા રિઝલ્ટમાં ગુજરાતના 13 ઉમેદવારોની ઈન્ટરવ્યુમાં પસંદગી થઈ છે. જેમને હવે પછી કેડર એલોકેશન થશે અને ત્યાર બાદ તાલીમ પૂર્ણ થયે સ્ટેટ એલોકેશન કરવામાં આવશે. સ્પીપાના ગત વર્ષે 19 ઉમેદવાર પસંદ થયા હતાં. જેમાં હરિયાણાના પ્રદીપ સિંઘે UPSCની પરીક્ષામાં ટોપ કર્યું છે. બીજા નંબર જતિન કિશોર, ત્રીજા નંબર પ્રતિભા વર્મા છે. કુલ 829 ઉમેદવારો ઉતિર્ણ થયા છે. ત્યારે ગુજરાતના કાર્તિક જીવાણીએ દેશમાં 84મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. જ્યારે દેશમાં ગુજરાતના 13 ઉમેદવારોએ સફળતા મેળવી છે. 2017/18માં સૌથી વધુ 22 ઉમેદવારો પસંદ થયા હતા. 13 ઉમેદવારમાંથી માત્ર બે મહિલા ઉમેદવાર છે. 13 પૈકી 6 બીઈ કે બીટેક, 1 એમબીબીએસ, 2 બીકોમ, 3 બીબીએ-એલએલબી, 1 બીએસસી, 1 બીપીટીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. સ્પીપાના ચાલુ અને જૂની બેચના મળી કુલ 128 ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. 128 ઉમેદવારમાંથી કુલ 41 ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયા હતા. જેમના ઈન્ટરવ્યૂ યુપીએસસી દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા. સ્પીપાના સફળ ઉમેદવારો
ક્રમ        નામ રેન્ક     શૈક્ષણિક લાયકાત 
1 જીવાણી કાર્તિક નાગજીભાઈ 84 બીટેક
2 અગ્રવાલ જીતેન્દ્ર મુરારિલાલ 128 એમબીબીએસ
3 આર્કષી જૈન 140 બીબીએ, એલએલબી
4 ઉમેશ પ્રસાદ ગુપ્તા 162 બીટેક
5 ડોબરિયા ચિંતન પ્રભુભાઈ 376 બીટેક
6 સિંઘ પ્રભાત જ્ઞાનેન્દ્ર 377 બીએસસી
7 બારોટ હિરેન જીતેન્દ્રભાઈ 538 બીકોમ
8 પરમાર પિન્કેશકુમાર લલિતકુમાર 575 બીઈ
9 રામ ચંદ્ર જાખર 605 બીએ, એલએલબી
10 રૂપેલા સંદીપ મુકેશકુમાર 701 બીકોમ
11 કંધારે પ્રજ્ઞા કૈલાશ 719 બીઈ
12 આગ્જા પ્રવીણકુમાર ગોવિંદભાઈ 755 બીટેક
13 પ્રિયાંક ગલ્ચર 799 બીપીટી